Vikram Sarabhai Scholarship Yojana 2024 :


Vikram Sarabhai Scholarship Yojana: ગ્રામીણ વિસ્તારો માં વિદ્યાર્થીઓ ને આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને માર્ગદર્શન નો અભાવ પણ જોવા મળતો હોઈ છે તો તે ધ્યાન માં લઇ ને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા અધ્યાપક શ્રી વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં 10 શિષ્યવૃત્તિની સ્થાપના કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ નું નામ વિકાસ શિષ્યવૃતિ યોજના અથવા વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં દર વર્ષે કુલ 10 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછી પાંચ છોકરીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000 સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે.
Vikram Sarabhai Scholarship Yojana 2024 :

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ – Vikram Sarabhai Protsahan Yojana

યોજના નું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ સ્કોલરશીપ)
શિષ્યવૃતિ સહાય ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000
યોજના નો લાભ કોણ લઈ શકે ગ્રામીણ વિસ્તારો ના વિદ્યાર્થીઓ
રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2024
પરીક્ષા ની તારીખ 22 જાન્યુઆરી 2024
અરજી નો પ્રકાર ઓનલાઇન
સતાવર વેબસાઇટ https://www.prl.res.in/Vikas/index

વિક્રમ સારાભાઇ વિકાસ શિષ્યવૃતિ યોજના: https://www.prl.res.in/Vikas: PRL VIKAS sHISHYVRUTI: વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ પી આર એલ ના આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં “વિકાસ” શિષ્યવૃત્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થિની હોવા જોઈએ. અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી તારીખ 12 જાન્યુઆરી 2024 સુધીમાં કરવાની રહેશે. વધુ જાણકારી માટે https://www.prl.res.in/Vikas વેબસાઈટ જોવા વિનંતી.

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના – પાત્રતા, નિયમો, શરતો

  • વિદ્યાર્થી ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી એ શાળાના ચાર્યનું લખેલું સર્ટિફિકેટ આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
  • શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
  • શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
  • શાળા સરકારી, અર્ધસરકારી કે ખાનગી છે તેની વિગતો.
  • શાળાનું ભાષા માધ્યમ.
  • શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
  • અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂ ૧.૫૦૦૦૦ થી વધુ ન હોવા જોઈએ..
  • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પી.આર.એલ. ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.
  • કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
  • શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.

Vikram Sarabhai Scholarship Yojana | વિકાસ સ્કોલરશીપ માટે જરૂરી દસ્તાવેજો

વિકાસ સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા માટે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે:
  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો દાખલો
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]

જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:
  • બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
  • ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

STEP1 : વિદ્યાર્થી એ સૌપ્રથમ Vikram Sarabhai Scholarship ની સતાવર વેબસાઇટ પર જવાનું રહેશે.

STEP 2 : વેબસાઈટ પર આવ્યા બાદ “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનુંં રહેશે.

STEP 3 : નવા પેજ માં તમને “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” પ્રશ્ન પૂછવામાં આવશે.

STEP 4 : ત્યારબાદ તમારી વ્યક્તિગત, શાળાની વિગતો,પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.

STEP 5 : છેલ્લે, વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને Captcha Code નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના – મહત્વપૂર્ણ લિંક

સતાવર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો